Headlines

અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા એડવાન્સ ‘રાઈનોપ્લાસ્ટી વર્કશોપ’ (નાકની સર્જરી)નું આયોજન

અમદાવાદ: અમદાવાદના આંગણે 18 અને 19 એપ્રિલ, 2026 ના રોજ બે દિવસીય આંતરરાષ્ટ્રીય રાઈનોપ્લાસ્ટી વર્કશોપ ‘RHINOCRAFT 2026’ નું આયોજન કરાયું છે.આશ્વી ઈએનટી  હોસ્પિટલના ડૉ. મનીષ ગોયલ અને ડૉ. મિહિર મેહતા અને ‘એસોસિએશન ઓફ ઓટોલેરીંગોલોજિસ્ટ્સ ઓફ ઈન્ડિયા (AOI) – અમદાવાદ બ્રાન્ચ’ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ શૈક્ષણિક મહોત્સવમાં દેશભરમાંથી પ્લાસ્ટિક અને ENT સર્જનોએ ઉત્સાહભેર ભાગ લીધો…

Read More

“કુકા ઈઝ મની કેશ”: મનોરંજનના ધમાકા સાથે ગુજરાતી ફિલ્મ ‘કુકા’નું ભવ્ય પ્રીમિયર યોજાયું; 17 એપ્રિલ એ થઈ છે ફિલ્મ રિલીઝ

ગુજરાતી સિનેમામાં નવીનતા અને મનોરંજનનો સંગમ લઈને આવી રહેલી ફિલ્મ ‘કુકા’ના ભવ્ય પ્રીમિયરનું તાજેતરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મના કલાકારો અને ટેક્નિકલ ટીમની સાથે મુંબઈથી આવેલા વિશેષ અતિથિઓની હાજરીએ આકર્ષણ જમાવ્યું હતું. પ્રીમિયરમાં મુખ્ય મહેમાન તરીકે મુંબઈના જાણીતા સિંગર સાજિદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કો-પ્રોડ્યુસર પિયુષ મિશ્રા (બોમ્બે), રાજીવ…

Read More

લાઈટ્સ, કેમેરા, એક્શન! સીમલેસ બિલિંગ કનેક્ટિવિટી સાથે યુએઈમાં ‘JOJO’ નું ધમાકેદાર લોન્ચિંગ

સંયુક્ત આરબ અમીરાત (UAE) નું એન્ટરટેઈનમેન્ટ લેન્ડસ્કેપ હવે વધુ રોમાંચક બન્યું છે. ઝડપથી વિકસતું ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JOJO, ગૌરવપૂર્વક આ ક્ષેત્રમાં તેના સત્તાવાર લોન્ચિંગની જાહેરાત કરે છે. JOJO દેશભરના પ્રેક્ષકો માટે દમદાર ડ્રામા, બ્લોકબસ્ટર કન્ટેન્ટ અને અદભૂત ઓરિજિનલ શોઝ  લઈને આવ્યું છે. આ મહત્વપૂર્ણ સિદ્ધિ ડિજિટલ ટેક્નોલોજી સાથેના વ્યૂહાત્મક સહયોગ અને અગ્રણી ટેલિકોમ ભાગીદારો du…

Read More

‘ધરપકડ – યુ આર અંડર ડિજિટલ એરેસ્ટ’ નું ચોંકાવનારું નું પોસ્ટર રિલીઝ; મલ્હાર ઠાકર અને શ્રુહદ ગોસ્વામી પહેલીવાર સાથે

ભારતની પ્રથમ ડિજિટલ અરેસ્ટ પર આધારિત ફિલ્મ આવી રહી છે ગુજરાતી સિનેમા જ્યાં દ્રઢ અને સમયોચિત વાર્તાઓ દ્વારા નવી હદો ઓળંગી રહ્યું છે, ત્યાં ફિલ્મમેકર અનિશ શાહ ‘ધરપકડ’સાથે આગળની કતારમાં ઉભા છે – જે ભારતની ડિજિટલ અરેસ્ટ જેવા ઉદ્ભવતા અને ચિંતાજનક વિષય પર આધારિત પ્રથમ ફિલ્મ છે।‘ધૂનકી’અને ‘ઉડન છૂ’ના નિર્માતાઓ તરફથી આવી રહેલી આ ફિલ્મ…

Read More

રાજકોટમાં 9 અને 10 મે, 2026 એ હેમુ ગઢવી ઓડિટોરિયમમાં યોજાશે ભવ્ય અને દિવ્ય નાટ્ય અનુભવ- “મેરે કૃષ્ણ”

રાજકોટ હવે ભક્તિ, નાટક અને દ્રશ્ય ભવ્યતાના એક અનોખા સંગમનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. અત્યંત પ્રશંસા પામેલું મેગા થિયેટ્રિકલ પ્રોડક્શન “મેરે કૃષ્ણ” આગામી 9 અને 10 મે, 2026 ના રોજ હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે ચાર ભવ્ય શો સાથે રજૂ થશે. 9 અને 10 મે બંને દિવસ  સાંજે 4-00 કલાકે  અને રાત્રે 8-30 કલાકે એમ…

Read More

ગુજરાતી સિનેમામાં રહસ્ય અને ડરનો નવો અધ્યાય, ફિલ્મ ‘બહેરૂપિયો’નું ઓફિશિયલ ટ્રેલર લોન્ચ

ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી નવા પ્રયોગો અને મજબૂત વાર્તાઓ સાથે પ્રેક્ષકોના દિલ જીતવા માટે તૈયાર છે. “સત્ય તમારો અંગત ભ્રમ છે અને દરેક ભ્રમ એક નવી કથા…” આ ગાઢ અને રોમાંચક વિચાર સાથે ગુજરાતી સિનેમામાં ડરનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. ‘સવનાથ એન્ટરટેઈનમેન્ટ’ અને ‘RSC ફિલ્મ્સ’ દ્વારા પ્રસ્તુત અને હાર્દિક કૌશિક પટેલ તથા…

Read More

અમદાવાદના કઠવાડા ખાતે 20 થી 22 એપ્રિલ દરમિયાન ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’ યોજાશે

અમદાવાદ : અમદાવાદના કઠવાડા ખાતે આગામી તારીખ 20, 21 અને 22 એપ્રિલ, 2026ના રોજ ‘ગાવો વિશ્વસ્ય માતરઃ’ ના મંત્ર સાથે ભવ્ય ‘ગો સન્માન કાંકરેજ ગો મહાકુંભ’નું આયોજન કરવામાં આવ્યું છે. એસ.પી. રિંગ રોડ પર દાસ્તાન સર્કલ પાસે આવેલા રબારી હરિભાઈ લાખાભાઈના કુવા ખાતે આ ત્રિ-દિવસીય મેળાનું આયોજન થશે. આ કાર્યક્રમના મુખ્ય આયોજક લાલાભાઈ રણછોડભાઈ રબારી…

Read More

કાચા માલમાં તીવ્ર ભાવવધારો તેમજ તીવ્ર અછતને કારણે ભયંકર કટોકટીનો સામનો કરી રહેલ ડિટર્જન્ટ ઉદ્યોગ : 80% લઘુ ઉદ્યોગો બંધ, હજારો શ્રમિકો બેરોજગાર

ગુજરાતમાં ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ હાલમાં તેના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. એસિડ સ્લરીના કાચા માલના ભાવોમાં ૩૦૦% સુધીનો તોતિંગ વધારો અને સર્જાયેલી કૃત્રિમ અછતને કારણે આ ઉદ્યોગ પર અસ્તિત્વનું સંકટ ઊભું થયું છે. ગુજરાતમાં સાબુ અને ડિટર્જન્ટ પાવડર બનાવતી આશરે ૮૦૦ થી ૮૫૦ જેટલી મધ્યમ તેમજ લઘુ ઉદ્યોગ (MSME) કક્ષાની સ્થાનિક ફેક્ટરીઓ…

Read More

અમદાવાદ ખાતે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’નો ભવ્ય સમારોહ યોજાયો; પત્રકારત્વના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રતિભાઓનું સન્માન કરાયું

અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે  7 એપ્રિલના રોજ ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ ૨૦૨૬’ (GMA) નું આયોજન કરવામાં આવ્યું હતું. મીડિયા વેલફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસીસ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શ્રી ઋષિકેશ પટેલ (કેબિનેટ મંત્રી શ્રી, ગુજરાત રાજ્ય) એ વિશેષ ઉપસ્થિતિ આપી. પત્રકારત્વ ક્ષેત્રે સાહસ, સત્ય અને સામાજિક જવાબદારીના મૂલ્યોને જાળવી રાખનાર પત્રકારોને મંત્રીશ્રીના વરદ…

Read More

જોજો (JOJO) અને એલજી ઇલેક્ટ્રોનિક્સ વચ્ચે ભાગીદારી: એલજી ચેનલ્સ પર પ્રીમિયમ ગુજરાતી FAST ચેનલ ‘JOJO TV’ લોન્ચ કરવામાં આવી

ગુજરાત: ગુજરાતી મનોરંજન ક્ષેત્રનું અગ્રણી પ્લેટફોર્મ અને ‘જોજો લિમિટેડ’ (JOJO Limited) નો હિસ્સો એવી JOJO APP એ એલજી ઇલેક્ટ્રોનિક્સ (LG) સાથેની વ્યૂહાત્મક ભાગીદારીમાં પોતાની FAST ચેનલ (Free Ad-supported Streaming TV) — ‘JOJO TV’ લોન્ચ કરવાની ઘોષણા કરી છે. આ સુવિધા LG સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ ‘LG Channels’ પ્લેટફોર્મ પર જોવા મળશે. આ સહયોગ દ્વારા ઉચ્ચ…

Read More
Back To Top