મહેસાણામાં ‘તત્સત્ ગરબા’ના પ્રી-લોન્ચ ઇવેન્ટ ‘આરંભ’

મહેસાણા: મહેસાણાના ગરબા પ્રેમીઓ માટે આ વખતની નવરાત્રી અત્યંત ખાસ બની રહેવાની છે. ઈલેવન ગ્રીન્સ રિસોર્ટ ખાતે યોજાયેલા ‘તત્સત્ ગરબા’ (TATSAT Garba)ના પ્રી-લોન્ચ ઇવેન્ટ ‘આરંભ’ (AARAMBH) માં મહેસાણાના ઇતિહાસનો સૌથી મોટો અને સુરક્ષિત ગરબા મહોત્સવ યોજવાની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. હવે ઉત્તર ગુજરાત અને મહેસાણાના ખેલૈયાઓએ ટ્રેડિશનલ રાસ-ગરબા, ભવ્ય ડેકોરેશન કે હાઇ-ટેક સાઉન્ડ સિસ્ટમનો અનુભવ મેળવવા અમદાવાદ કે અન્ય મેટ્રો સિટી તરફ જવું નહીં પડે. આ અંગે  ‘તત્સત્ ગરબા’ના આયોજક શ્રી ધવલ પટેલ એ માહિતી આપી.

 ‘તત્સત્ ગરબા’ના આયોજક શ્રી ધવલ પટેલએ મહેસાણાના ગરબા કલ્ચર પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, “મહેસાણા હંમેશાથી સંસ્કૃતિ અને ઉત્સવપ્રિય લોકોનું શહેર રહ્યું છે. ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટીના વિકાસ સાથે હવે આપણી પાસે પોતાના જ શહેરમાં મેગા-સ્કેલ ગરબા ઇવેન્ટ હોલ્ડ કરવાની ક્ષમતા છે. મહેસાણાના ખેલૈયાઓને હવે તેમના જ ઘર પાસે એક વર્લ્ડ-ક્લાસ અને મેમોરેબલ ગરબા અનુભવ મળશે.”

ભરત પરિહાર, ડેકો વિઝન ઇન્ડિયા – “અમારા માટે, દરેક પ્રસંગ એટલે એક મોટા વિઝન સાથે નાનામાં નાની વિગતોને એકસાથે સાંકળવી. વિચારણા અને આયોજનથી લઈને ડિઝાઇનિંગ, વેન્ડર મેનેજમેન્ટ, સંકલન અને ગ્રાઉન્ડ લેવલના અમલીકરણ સુધી, અમે એ સુનિશ્ચિત કરીએ છીએ કે દરેક બાબતનું સંચાલન એકદમ સરળતાથી થાય. અમારું લક્ષ્ય એક એવો અનુભવ પ્રદાન કરવાનું છે જે વ્યવસાયિક રીતે પરિપૂર્ણ, આકર્ષક અને તેમાં સામેલ દરેક વ્યક્તિ માટે યાદગાર હોય.”

ખેલૈયાઓની સુરક્ષા અને મહિલાઓની સલામતીને આયોજનનું મુખ્ય પાસું ગણાવતા તેમણે ઉમેર્યું હતું કે, “આદરણીય નરેન્દ્ર મોદી સાહેબના વિકાસના વિઝન અને ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજીના સુરક્ષા મોડેલને કારણે આજે સમગ્ર ગુજરાતમાં એવું વાતાવરણ બન્યું છે કે આપણી દીકરીઓ કોઈપણ ડર વગર મોડી રાત સુધી ગરબા રમી શકે છે. ‘તત્સત્ ગરબા’માં પરિવારો અને મહિલાઓ સંપૂર્ણપણે સુરક્ષિત, ઉત્સાહપૂર્ણ અને ટેન્શન-ફ્રી માહોલમાં નવરાત્રી માણી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે.”

‘તત્સત્ ગરબા’ માત્ર એક ઇવેન્ટ નહીં પરંતુ મહેસાણાના પરંપરાગત ગરબા પ્રત્યેના પ્રેમની ઉજવણી છે. ‘આરંભ’ એ આ ભવ્ય સફરની માત્ર પ્રથમ ઝલક છે. આગામી દિવસોમાં આયોજકો દ્વારા ટ્રેડિશનલ લાઈવ ઓર્કેસ્ટ્રા, સેલિબ્રિટી ગેસ્ટ્સ, વિશાળ ગ્રાઉન્ડ કેપેસિટી અને ગરબા માટેના સ્પેશિયલ આકર્ષણો અંગેની વિગતો જાહેર કરવામાં આવશે.                                                                                                        

   Visit link for more information https:// www.instagram.com/tatsat.2026?igsi=cXp1bTBoMnUya2Z4 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top