‘ચટણી’ રિવ્યુ: દમદાર પ્રોડક્શન, શાનદાર સ્ટાર કાસ્ટ અને અદભુત મનોરંજન!

4/5 સ્ટાર્સ

સુપ્રસિદ્ધ દિગ્દર્શક સંદીપ પટેલના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ચટણી’  માત્ર વાર્તાની દ્રષ્ટિએ જ નહીં, પરંતુ પ્રોડક્શન અને પરફોર્મન્સની દ્રષ્ટિએ પણ ગુજરાતી સિનેમાની એક ઉત્કૃષ્ટ કૃતિ સાબિત થાય છે. 115 વર્ષ જૂના કૌટુંબિક વારસાને આધુનિક બ્રાન્ડ બનાવવાની સંઘર્ષગાથાને જે રીતે મોટા પડદા પર રજૂ કરવામાં આવી છે, તે નિર્માતાઓની ભવ્ય વિઝન અને મહેનત સ્પષ્ટપણે દર્શાવે છે. EForU Entertainment અને બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપી દ્વારા નિર્મિત આ ફિલ્મનું પ્રોડક્શન સ્કેલ, સિનેમેટોગ્રાફી અને વિઝ્યુઅલ ક્વોલિટી એકદમ રિચ અને ઈન્ટરનેશનલ લેવલની અનુભવાય છે.

અભિનયની વાત કરીએ તો, મલ્હાર ઠાકર અને પૂજા જોશીની રિયલ લાઈફ જોડીએ લગ્ન પછી પ્રથમ વખત મોટા પડદા પર એકસાથે આવીને અદભુત જાદુ વિખેર્યો છે. તેમની કેમિસ્ટ્રી ફિલ્મને એક અલગ જ તાજગી આપે છે. પરંતુ આ ફિલ્મની સાચી મજબૂતી તેની મજબૂત સપોર્ટિંગ કાસ્ટ છે. અનુભવી કલાકાર પ્રશાંત બારોટ, હેતલ મોદી, સ્મિત જોશી, પ્રેમલ યાજ્ઞિક, મનિષા ત્રિવેદી અને આકાશ ઝાલા જેવા જાણીતા કલાકારોએ પોતપોતાના પાત્રોમાં પ્રાણ પૂરી દીધા છે. દરેક કલાકારનું એક્ટિંગ ટાઈમિંગ અને કોમિક વિટ એટલું પરફેક્ટ છે કે ફિલ્મનો દરેક સીન જીવંત લાગે છે.

મૂવીનું મ્યુઝિક, બેકગ્રાઉન્ડ સ્કોર અને ડાયલોગ્સ વાર્તાના પ્રવાહને વધુ રોચક અને લાગણીસભર બનાવે છે. પરંપરાગત વારસા, કૌટુંબિક મૂલ્યો અને યુવા ઉદ્યોગસાહસિકતાનો આ સુંદર સમન્વય દર્શકોને એક સાથે હસાવે પણ છે અને ભાવુક પણ કરે છે. ટૂંકમાં કહીએ તો, ઉત્તમ દિગ્દર્શન, શાનદાર પ્રોડક્શન વેલ્યુ અને દરેક કલાકારના શ્રેષ્ઠ અભિનયથી સજ્જ ‘ચટણી’ એ આ સીઝનમાં પરિવાર સાથે અચૂક જોવા જેવી ૪-સ્ટાર ફિલ્મ છે!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top