લાઈટ્સ, કેમેરા, એક્શન! સીમલેસ બિલિંગ કનેક્ટિવિટી સાથે યુએઈમાં ‘JOJO’ નું ધમાકેદાર લોન્ચિંગ

સંયુક્ત આરબ અમીરાત (UAE) નું એન્ટરટેઈનમેન્ટ લેન્ડસ્કેપ હવે વધુ રોમાંચક બન્યું છે. ઝડપથી વિકસતું ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ JOJO, ગૌરવપૂર્વક આ ક્ષેત્રમાં તેના સત્તાવાર લોન્ચિંગની જાહેરાત કરે છે. JOJO દેશભરના પ્રેક્ષકો માટે દમદાર ડ્રામા, બ્લોકબસ્ટર કન્ટેન્ટ અને અદભૂત ઓરિજિનલ શોઝ  લઈને આવ્યું છે.

આ મહત્વપૂર્ણ સિદ્ધિ ડિજિટલ ટેક્નોલોજી સાથેના વ્યૂહાત્મક સહયોગ અને અગ્રણી ટેલિકોમ ભાગીદારો du તથા Etisalat દ્વારા શક્ય બની છે. સાથે મળીને, તેમણે ‘સીમલેસ બિલિંગ કનેક્ટિવિટી’  સક્ષમ કરી છે, જે યુઝર્સ માટે સબ્સ્ક્રિપ્શનનો અનુભવ ખૂબ જ સરળ અને અવરોધ રહિત બનાવે છે. હવે ગ્રાહકો કોમોલિકેટેડ પેમેન્ટ પ્રોસેસને બદલે ‘ડાયરેક્ટ કેરિયર બિલિંગ’ની સુવિધા સાથે પ્રીમિયમ મનોરંજન માણી શકશે.

“UAE માં એક્સ્પાનશન એ JOJO માટે એક ખૂબ જ મહત્વનો પડાવ છે, જેના દ્વારા અમે અમારા શ્રેષ્ઠ કન્ટેન્ટને વૈશ્વિક સ્તરે લઈ જઈ રહ્યા છીએ. DU અને Etisalat સાથે જોડાઈને અમે માત્ર મનોરંજન જ નથી આપી રહ્યા, પરંતુ તેને લોકો માટે મેળવવું સાવ સરળ બનાવી રહ્યા છીએ. સહેલાઈથી પેમેન્ટ થઈ શકે તે એક સારા કસ્ટમર એક્સપિરિયન્સ માટે અનિવાર્ય છે, અને અમને આનંદ છે કે હવે અમે UAE ના દર્શકો માટે  મનોરંજનનો ખજાનો લાવ્યા છીએ.- ધ્રુવિન શાહ, JOJO એપના ફાઉન્ડર અને સીઈઓએ જણાવ્યું હતું..

UAE માં JOJO નો પ્રવેશ એ તેના વૈશ્વિક હાજરીને વિસ્તારવા તરફનું એક મહત્વપૂર્ણ પગલું છે, જે આ પ્રદેશની ઉચ્ચ ગુણવત્તાવાળા ડિજિટલ મનોરંજનની વધતી જતી માંગને પૂર્ણ કરશે. વિવિધ રુચિઓને આકર્ષવા માટે રચાયેલી વિશાળ લાઈબ્રેરી સાથે, આ પ્લેટફોર્મ ગમે ત્યારે અને ગમે ત્યાં આકર્ષક વાર્તાઓ અને જોવાનો અદભૂત અનુભવ આપવાનું વચન આપે છે.

પકડ જમાવી રાખે તેવા ડ્રામાથી લઈને એક્સક્લુઝિવ ઓરિજિનલ્સ સુધી, JOJO હવે UAE ના પ્રેક્ષકો મનોરંજન કેવી રીતે માણે છે તેની વ્યાખ્યા બદલવા માટે તૈયાર છે – મનોરંજનની આખી દુનિયા હવે તમારા હાથમાં છે.

જેમ જેમ JOJO આગળ વધી રહ્યું છે, તેમ તેમ તેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ છે: મજબૂત ભાગીદારી અને અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા સંચાલિત સુલભ, નવીન અને પ્રીમિયમ મનોરંજન અનુભવો પ્રદાન કરવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top