“કુકા ઈઝ મની કેશ”: મનોરંજનના ધમાકા સાથે ગુજરાતી ફિલ્મ ‘કુકા’નું ભવ્ય પ્રીમિયર યોજાયું; 17 એપ્રિલ એ થઈ છે ફિલ્મ રિલીઝ

ગુજરાતી સિનેમામાં નવીનતા અને મનોરંજનનો સંગમ લઈને આવી રહેલી ફિલ્મ ‘કુકા’ના ભવ્ય પ્રીમિયરનું તાજેતરમાં શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ પ્રસંગે ફિલ્મના કલાકારો અને ટેક્નિકલ ટીમની સાથે મુંબઈથી આવેલા વિશેષ અતિથિઓની હાજરીએ આકર્ષણ જમાવ્યું હતું. પ્રીમિયરમાં મુખ્ય મહેમાન તરીકે મુંબઈના જાણીતા સિંગર સાજિદ ખાન ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કો-પ્રોડ્યુસર પિયુષ મિશ્રા (બોમ્બે), રાજીવ પાંડે, સાદિકજી અને ભાવના યાદવ જેવા મહાનુભાવોએ પણ હાજરી આપી ફિલ્મના કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો. આ બેઠક દરમિયાન ટીમે ફિલ્મની વાર્તા, વિષય અને નિર્માણ પ્રક્રિયા વિશે રસપ્રદ વિગતો શેર કરી હતી.

મારુતિ આર્ટ ફિલ્મ્સ દ્વારા રજૂ થતી આ ફિલ્મનું નિર્માણ પ્રણવ દેસાઈ અને D.H. પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે તેનું દિગ્દર્શન હિમાન્શુ પટેલ દ્વારા સંભાળવામાં આવ્યું છે. પ્રણવ દેસાઈ અને જુહી દેસાઈ દ્વારા પ્રેઝન્ટ કરવામાં આવેલી આ ફિલ્મની વાર્તા અને લેખન શ્રીકાંત રાઠોડનું છે, જે પ્રેક્ષકોને એક અનોખા અને મનોરંજક અનુભવની ખાતરી આપે છે. ફિલ્મના વિઝ્યુઅલ્સને વધુ આકર્ષક બનાવવા માટે કેટલાક મહત્વપૂર્ણ સીન ગોવામાં શૂટ કરવામાં આવ્યા છે, જે મોટા પડદા પર એક ભવ્ય વિઝ્યુઅલ અપિલ ઉભી કરશે. M.K. સભાણી દ્વારા આ ફિલ્મની શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી કરવામાં આવી છે.

ફિલ્મની સંગીતની વાત કરીએ તો, મિકુલ સોનીના સંગીત નિર્દેશનમાં તૈયાર થયેલા ગીતોને ગુજરાતી સંગીત જગતના જાણીતા અવાજો જેવા કે અરવિંદ વેગડા, ઉમેશ બારોટ અને મિકુલ સોનીએ ગાયા છે. આ ગીતોના શબ્દો હિમાન્શુ પટેલ, જય કવિ અને નૃતિ શાહ દ્વારા લખવામાં આવ્યા છે, જ્યારે ડાન્સ સિક્વન્સને રાજ સિનેજિયાએ કોરિયોગ્રાફ કર્યા છે. અભિનયના ક્ષેત્રે સમર્થ શર્મા, મોહિત શર્મા, ઉત્કર્ષ ખત્રી, મેઘા ભટ્ટી, ક્રિતિકા સોની, ડેન્સી પટેલ અને ધૃતિ પટેલ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. તેમની સાથે લોકપ્રિય અભિનેતા ચેતન દૈયા પણ મહત્વના પાત્રમાં નજર આવશે.

આ ઉપરાંત, ફિલ્મમાં ભારત ઠક્કર, કિન્નલ નાયક, એસ. એન. શર્મા, પારેશ સંઘવી સહિતના કલાકારોની એક મોટી ટીમ છે, જેમણે પોતાના પાત્રોને જીવંત બનાવવા માટે સખત મહેનત કરી છે. ‘કુકા ઈઝ મની કેશ’ ના સ્લોગન સાથે આવતી આ ફિલ્મ 17 એપ્રિલ 2026 ના રોજ તમારા નજીકના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મના પ્રમોશન અને માર્કેટિંગની જવાબદારી ‘સરપ્રાઈઝ ઇનસાઇડ’ (ચર્ચિલ પાનવાર, અક્ષય રાજકોટ, મીહિર રાઠોડ અને પ્રથમ ચૌહાણ) દ્વારા ખૂબ જ સફળતાપૂર્વક સંભાળવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top