અમદાવાદ / હોલીવુડ — યુએસએ આધારિત પ્રતિષ્ઠિત ફિલ્મમેકર અને નિર્માતા મિતેશ પટેલ પોતાની આગામી મેગા-બજેટ અને મલ્ટી-સ્ટારર ગુજરાતી ફિલ્મ ‘હોટેલ મોટેલ પટેલ’ દ્વારા પ્રાદેશિક સિનેમાના સીમાડાઓ તોડીને એક નવું સીમાચિહ્ન સ્થાપિત કરવા જઈ રહ્યા છે. અપ્લાઇડ આર્ટ પ્રોડક્શન્સના નેજા હેઠળ તૈયાર થતી આ ફિલ્મ એનઆરઆઈ સંસ્કૃતિ અને જીવનશૈલીની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, જે માર્ચ ૨૦૨૭ માં દુનિયાભરના થિયેટરોમાં દર્શકોનું મનોરંજન કરવા માટે આગમન કરી રહી છે.
Song Link – https://www.youtube.com/watch?v=q674TANgwnk

મિતેશ પટેલનું પ્રોડક્શન વિઝન હંમેશાં ભવ્યતા અને ગુણવત્તા માટે ઓળખાય છે, જેની પૂરી ઝાંખી તાજેતરમાં રિલીઝ થયેલા તેમના પ્રથમ ફેસ્ટિવ ટ્રેક “લેટ્સ દિવાળી ડાન્સ!” માં જોઈ શકાય છે. આ ગીતના ભવ્ય સેટ્સ, કલાકારોનો ઉત્સાહ અને આકર્ષક પોસ્ટર્સ ફિલ્મની વિશાળ કદકાઠીની સાક્ષી પૂરે છે. આ ગીત માત્ર મનોરંજન નથી પરંતુ તે આંતરરાષ્ટ્રીય સ્તરના ટેકનિકલ ધોરણોનું ઉત્તમ ઉદાહરણ છે.
મુંબઈ, ગોવા અને અમદાવાદના નામાંકિત સ્ટુડિયોમાં વોકલ રેકોર્ડિંગ, સૌરભ લોખંડે અને આકાશ કુમારનું મોર્ડન મ્યુઝિક અરેન્જમેન્ટ તથા દિપક સુગાથનનું પ્રોફેશનલ મિક્સિંગ અને માસ્ટરિંગ એ વાત સાબિત કરે છે કે નિર્માતા મિતેશ પટેલ ગુણવત્તા સાથે કોઈ સમજૂતી કરતા નથી. શાન અને સુરજ જગન જેવા કલાકારોના અવાજવાળું આ ગીત હાલ મ્યુઝિક માર્કેટમાં છવાયેલું છે અને માર્ચ ૨૦૨૭ ની રિલીઝ માટે ઉત્સાહ બેવડો કરી રહ્યું છે.
