બેંકર આઇવીએફ ફર્ટિલિટી એન્ડ આઇવીએફ સેન્ટરે રાજકોટમાં નવા ફર્ટિલિટી સેન્ટરનું શુભારંભ કર્યું

રાજકોટ: બેંકર આઇવીએફ ફર્ટિલિટી એન્ડ આઇવીએફ સેન્ટરે રાજકોટમાં પોતાના નવા ફર્ટિલિટી ક્લિનિકનું શુભારંભ કર્યું છે, જે ગુજરાતમાં સુવ્યવસ્થિત અને પ્રમાણભૂત ફર્ટિલિટી સેવાઓની પહોંચ વધારવા માટે એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આ નવું સેન્ટર ઓરનેટ વન, સિલ્વર સ્ટોન મેઇન રોડ, બિગ બજાર સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટ ખાતે શરૂ કરવામાં આવ્યું છે। આ સેન્ટર આધુનિક ક્લિનિકલ સુવિધાઓ અને એવિડન્સ-બેઝડ ફર્ટિલિટી કેર રાજકોટ તેમજ આસપાસના વિસ્તારોના દંપતિઓ અને વ્યક્તિઓ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.

ઉદ્ઘાટન સમારંભમાં રાજકોટના મેયર ડૉ. નેહલ શુક્લ અને ઉપમેયર દક્ષાબેન વસાણી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં રાજકોટની સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. નીલા મોહિલે વિશિષ્ટ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ પ્રસંગે બેંકર આઇવીએફના સ્થાપક, નિર્દેશક અને કન્સલ્ટન્ટ ડૉ. મનીષ બેંકર, નિર્દેશક અને કન્સલ્ટન્ટ ડૉ. જ્વલ બેંકર તથા ડૉ. ફોરમ તન્ના સહિત આરોગ્ય ક્ષેત્રના અનેક પ્રતિનિધિઓ અને સેન્ટરના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

બેંકર આઇવીએફના સ્થાપક, નિર્દેશક અને કન્સલ્ટન્ટ ડૉ. મનીષ બેંકરે જણાવ્યું કે છેલ્લા કેટલાંક વર્ષોમાં રિપ્રોડક્ટિવ મેડિસિન ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે, જેના કારણે ડૉકટર્સ હવે વધુ વ્યક્તિગત સારવાર પદ્ધતિઓ અપનાવી રહ્યા છો રાજકોટ સેન્ટર દ્વારા અમારી કોશિશ અનુભવી નિષ્ણાતો અને મજબૂત લેબોરેટરી સપોર્ટ સાથે સમગ્ર ફર્ટિલિટી સેવાઓ પ્રદાન કરવાની છે.

આ અવસરે મેયર ડૉ. નેહલ શુક્લ એ જણાવ્યું કે શહેરમાં આરોગ્ય સેવાઓની સુલભતા સમગ્ર હેલ્થકેર ઇકોસિસ્ટમને મજબૂત બનાવે છે. રાજકોટમાં સમર્પિત ફર્ટિલિટી સેન્ટર શરૂ થવાને કારણે સ્થાનિક નાગરિકોને રિપ્રોડકિટવ કેર માટે હવે અન્ય શહેરોમાં જવાની જરૂર નહીં પડે અને તેઓને અહીં જ ગુણવત્તાસભર સારવાર મળશે.

ઉપમેયર દક્ષાબેન વસાણીએ જણાવ્યું કે આરોગ્ય સંબંધિત જરૂરિયાતો સતત બદલાઈ રહી છે, એટલે લોકો સુધી વ્યાપક અને આધુનિક આરોગ્ય સેવાઓ પહોંચાડવી ખૂબ જરૂરી છે. ફર્ટિલિટી અને રિપ્રોડકિટવ મેડિસિન પર આધારિત આ પ્રકારની સુવિધાઓ પરિવારોને સહાય કરે છે અને શહેરના વધતા હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવે છે.

સિનિયર ગાયનેકોલોજિસ્ટ ડૉ. નીલા મોહિલેએ જણાવ્યું કે ફર્ટિલિટી કેરમાં બહુઆયામી (મલ્ટીડિસિપ્લિનરી) અભિગમ અને દર્દીઓનો સતત સહકાર ખૂબ જરૂરી છે. આધુનિક ડાયગ્નોસ્ટિક અને સારવાર સુવિધાઓથી સજ્જ સેન્ટર્સ સુધી પહોંચ દર્દીઓને પોતાના રિપ્રોડકિટવ હેલ્થ અંગે યોગ્ય નિર્ણય લેવામાં મદદરૂપ બને છે.

બેંકર આઇવીએફની નિર્દેશક અને કન્સલ્ટન્ટ ડૉ. જવલ બેંકરે જણાવ્યું કે સફળ ફર્ટિલિટી સારવાર માટે ક્લિનિકલ નિપુણતા, એમ્બ્રાયોલોજી સેવાઓ અને દર્દી -કેન્દ્રિત કાળજી વચ્ચે સુમેળ હોવો જરૂરી છે. નવું સેન્ટર આ પ્રકારનું ઉત્તમ સારવાર વાતાવરણ પૂરું પાડવા માટે સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓની વિવિધ રિપ્રોડકિટવ હેલ્થ જરૂરિયાતોને પહોંચી વળવામાં સહાય મળી શકે. આ સેન્ટર આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ આધુનિક સારવાર સુવિધાઓ પ્રદાન કરશે.

ડૉ. ફોરમ તન્નાએ જણાવ્યું કે સમયસર નિદાન અને યોગ્ય માર્ગદર્શન ફર્ટિલિટી મેનેજમેન્ટમાં મહત્વપૂર્ણ ફેરફાર લાવી શકે છે। રાજકોટમાં સમર્પિત ફર્ટિલિટી સેવાઓ ઉપલબ્ધ થતા દર્દીઓને સ્થાનિક સ્તરે જ યોગ્ય સલાહ, સારવાર અને માર્ગદર્શન મળી શકશે.

બેંકર આઇવીએફ  ફર્ટિલિટી એન્ડ આઇવીએફ  ગુજરાતમાં સુરત બાદ હવે રાજકોટમાં સેન્ટર શરૂ કરીને પોતાની હાજરી વધુ મજબૂત બનાવી રહ્યું છે। આ સેન્ટર શરૂ થવાથી આસિસ્ટેડ રિપ્રોડકિટવ કેર સુધી લોકોની પહોંચ વધુ વિસ્તૃત બની છે! અહીં પુરુષ અને સ્ત્રી બંને પ્રકારની નિસંતાનતા માટે સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ રહેશે અને વ્યવસ્થિત પેશન્ટ કેર તથા સ્ટાન્ડર્ડ પ્રોટોકોલ અનુસાર સેવાઓ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top