અનંતા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા ગુજરાતના પવિત્ર દરિયાકિનારે ‘અનંતા એલાઇટ, સોમનાથ’ના શુભારંભની જાહેરાત

સોમનાથ મંદિરથી ચાલીને જઈ શકાય તેટલા નજીકના અંતરે આવેલી ૬૩ રૂમની આ હોટેલ યાત્રાળુઓ, પરિવારો અને પ્રસંગોની ઉજવણી માટે એક ઉત્તમ સ્થળ છે.

સોમનાથ | ઓક્ટોબર ૨૦૨૬: અનંતા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા ગુજરાતમાં સોમનાથ ખાતે સોમનાથ મંદિરથી માત્ર દસ મિનિટના અંતરે આવેલી ૬૩ રૂમની હોટેલ ‘અનંતા એલાઇટ, સોમનાથ’ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ નવી પ્રોપર્ટી સાથે ગ્રૂપે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અને ભારતના સૌથી પવિત્ર યાત્રાધામોમાંના એકમાં પોતાની સ્થિતિ વધુ મજબૂત કરી છે.

આ શુભ પ્રસંગે અનંતા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ (અનંતા ગ્લોબલ) ના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી રૂપમ દાસે જણાવ્યું હતું કે: “સોમનાથ દેશના સૌથી મહત્વપૂર્ણ યાત્રાધામોમાંનું એક છે. અહીં દેશના ખૂણે-ખૂણેથી શ્રદ્ધાળુઓ પરિવાર સાથે દર્શનાર્થે આવે છે. ‘અનંતા એલાઇટ, સોમનાથ’ તેમને મંદિરથી ચાલવાના અંતરે એક આરામદાયક અને સુસજ્જ રોકાણ પૂરું પાડે છે, જેમાં શાકાહારી ભોજન અને યાત્રાની જરૂરિયાતોને સમજતી એક સમર્પિત ટીમ ઉપલબ્ધ છે. ગીર અને રાજકોટ ખાતેની અમારી પ્રોપર્ટીઝ સાથે મળીને આ હોટેલ સૌરાષ્ટ્રમાં અમારી હાજરીને વધુ મજબૂત બનાવશે, જેથી પ્રવાસીઓ શ્રદ્ધા, વન્યજીવન અને દરિયાકાંઠાના પ્રવાસનો આનંદ એક જ યાત્રામાં માણી શકે.”

આ હોટેલમાં કુલ ૬૩ રૂમ પાંચ અલગ-અલગ શ્રેણીમાં ઉપલબ્ધ છે: ૩૯ ડિલક્સ કિંગ રૂમ, ૫ ડિલક્સ ટ્વિન રૂમ, ૫ સુપર ડિલક્સ રૂમ, ૧૦ ફેમિલી રૂમ અને ૪ સૂટ્સ. આ રૂમનું ક્ષેત્રફળ ૩૦૦ થી ૪૧૦ સ્કવેર ફૂટ સુધીનું છે, અને કેટલાક રૂમમાંથી મંદિરના સુંદર દર્શન પણ થાય છે. અહીં શુદ્ધ શાકાહારી  ભોજન પીરસતી મલ્ટી-ક્યુઝિન રેસ્ટોરન્ટ, ૨૪ કલાક ઇન-રૂમ ડાઇનિંગ, મંદિર દર્શન અને સ્થાનિક પ્રવાસ માટે ટ્રાવેલ ડેસ્ક, લિફ્ટની સુવિધા અને વિશાળ પાર્કિંગની વ્યવસ્થા છે. આ ઉપરાંત, લગ્નો, પારિવારિક પ્રસંગો અને સામાજિક કાર્યક્રમો માટે ૫,૦૦૦ ચોરસ ફૂટનું વિશાળ લૉન પણ આવેલું છે.

ભારતના આધ્યાત્મિક નકશામાં સોમનાથનું સ્થાન અનોખું છે. પ્રભાસ પાટણ ખાતે અરબી સમુદ્રના કિનારે આવેલું સોમનાથ મંદિર બાર જ્યોતિર્લિંગોમાં પ્રથમ ગણાય છે, જ્યાં વર્ષભર દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવે છે. આ પવિત્ર ભૂમિ પર હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનો સંગમ ‘ત્રિવેણી સંગમ’ પણ આવેલો છે. એશિયાઈ સિંહોનું એકમાત્ર નિવાસસ્થાન એવું ગીર નેશનલ પાર્ક તેમજ દીવ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો પણ અહીંથી ખૂબ નજીક છે.

આ હોટેલથી કેશોદ એરપોર્ટ આશરે ૫૫ કિમી અને દીવ એરપોર્ટ આશરે ૯૦ કિમીના અંતરે આવેલું છે. આ ઉપરાંત રાજકોટ, જૂનાગઢ અને અમદાવાદથી અહીં પહોંચવા માટે ઉત્તમ માર્ગ કનેક્ટિવિટી ઉપલબ્ધ છે.

અનંતા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ દ્વારા ભારતભરના ધાર્મિક, ઐતિહાસિક અને પ્રવાસન સ્થળોએ પોતાનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે, જેના ભાગરૂપે કટરા, ઉજ્જૈન, અજમેર અને જૌનપુર બાદ હવે ‘અનંતા એલાઇટ, સોમનાથ’ પણ ગ્રૂપના ધાર્મિક પ્રવાસન પોર્ટફોલિયોમાં જોડાઈ ગઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top