અમદાવાદ: ગુજરાત મીડિયા એવોર્ડસ (GMA) 2026 નું ચોથી વખત ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયામાં કાર્યરત પત્રકારો તથા મીડિયા ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓને વિવિધ કેટેગરીમાં એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં ભાગ લેવા માટે ફોર્મ ભરવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે માટે gujaratmediaawards.com પર જઈને ફોર્મ ભરી શકાશે. જેમાં પત્રકારોએ છેલ્લા ૩ વર્ષમાં કરેલ ઉત્કૃષ્ટ કામની નકલ અથવા લિન્ક જોડવાની રહેશે. આ લિન્ક પર ક્લિક કરીને પણ ફોર્મ ભરી શકાશે.આ એવોર્ડ માટે તમે અન્ય પત્રકારોને પણ નોમિનેટ કરી શકો છો અને તેમના માટે નોમિનેશન ફોર્મ ભરી શકો છો. ૧૦ જાન્યુઆરી થી ૩૧ જાન્યુઆરી ૨૦૨૬ સુધી ફોર્મ ભરી શકાશે.
*આયોજક શ્રી અંકિત હિંગુ જણાવે છે કે, “ગુજરાત મીડિયા એવોર્ડ્સનો મુખ્ય હેતુ સત્યનિષ્ઠ, જવાબદાર અને સમાજપ્રતિ પ્રતિબદ્ધ પત્રકારત્વને માન્યતા આપવાનો છે. છેલ્લા કેટલાય વર્ષોથી પત્રકારોએ સમાજના મહત્વપૂર્ણ મુદ્દાઓને નિર્ભયતાપૂર્વક ઉજાગર કર્યા છે. આવા પત્રકારોને પ્રોત્સાહન અને સન્માન આપવા માટે ગુજરાત મીડિયા એવોર્ડ્સ એક મજબૂત મંચ પૂરું પાડે છે. અમને વિશ્વાસ છે કે આ એવોર્ડ્સ પત્રકારત્વના મૂલ્યોને વધુ મજબૂત બનાવશે અને યુવા પત્રકારોને પ્રેરણા આપશે.”
ગુજરાત મીડિયા એવોર્ડસનો ઉદ્દેશ પત્રકારત્વના મૂલ્યોને પ્રોત્સાહન આપવાનો અને સમાજ માટે કાર્યરત પત્રકારોને પ્રેરણા આપવાનો છે. આ અગાઉ પણ વર્ષ ૨૦૧૭, ૨૦૧૯ અને ૨૦૨૨ માં ગુજરાત મીડિયા એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના અનેક અનુભવી અને યુવા પત્રકારોને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને મીડિયા જગતમાં સુંદર પ્રતિસાદ મળ્યો હતો.
આ વર્ષે ગુજરાત મીડિયા એવોર્ડ્સમાં વિશિષ્ટ જ્યુરી દ્વારા પત્રકારત્વ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પત્રકારોની પસંદગી કરવામાં આવશે. કાર્યક્રમમાં જાહેર જીવનની ,મીડિયા જગતની જાણીતી હસ્તીઓ, વરિષ્ઠ પત્રકારો અને વિશેષ મહેમાનો હાજરી આપશે. તમે તમારી વિગતો ઇમેઇલ આઇડી gujaratmediaawards@gmail.com પર ઇમેઇલ પણ કરી શકો છો.વધુ માહિતી માટે gujaratmediaawards.com વેબસાઇટની મુલાકાત લો.
વધુ માહિતી માટે સંપર્ક કરો: અંકિત હિંગુ – 9824188085
