મહિલા સશક્તિકરણની ઉજવણી: ‘વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા 6 માર્ચે યોજાશે ‘ઊર્જા એવોર્ડ્સ 2026’, અનાર પટેલ મુખ્ય અતિથિ તરીકે રહેશે ઉપસ્થિત

અમદાવાદ : ગુજરાતની સેવાકીય સંસ્થાઓમાં અગ્રેસર ‘વી હેલ્પ ફાઉન્ડેશન’ દ્વારા વુમન એમ્પાવર્મેન્ટ, લીડરશીપ અને પ્રેરણાદાયી મહિલાઓના સન્માન માટેના પ્રતિષ્ઠિત ‘ઊર્જા એવોર્ડ્સ 2026’ ની ઘોષણા કરવામાં આવી છે. આ વર્ષે આ એવોર્ડ સમારોહ તેની 8મી એડિશનમાં પ્રવેશ કરી રહ્યો છે, જેની થીમ “ધ પાવર ઓફ ઇન્સ્પિરેશન”રાખવામાં આવી છે.

આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગ્રામશ્રી અને ક્રાફ્ટરૂટ્સના સ્થાપક એવા અનાર પટેલ વિશેષ ઉપસ્થિત રહેશે. તેઓ મહિલા સશક્તિકરણ અને ગ્રામીણ કારીગરોના ઉત્થાન માટેના તેમના અવિરત સમર્થન માટે જાણીતા છે. આ સાંજે આપણે એવી તમામ મહિલાઓની શક્તિ, નેતૃત્વ અને પ્રેરણાની ઉજવણી કરીશું જેમણે સમાજમાં સકારાત્મક પરિવર્તન આણ્યું છે. આ કાર્યક્રમ આગામી 6 માર્ચ, 2026 ના રોજ સાંજે 5 વાગ્યાથી અમદાવાદના વસ્ત્રાપુર સ્થિત એ.એમ.એ.ખાતે યોજાશે.

વી હેલ્પ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી સચિન શાહ એ જણાવ્યું હતું કે, “અગાઉની 7 એડિશન્સમાં અમે અનેક વિજેતાઓને સન્માનિત કર્યા છે જેમણે આજે સમાજમાં પોતાની એક આગવી ઓળખ બનાવી છે. 8મી એડિશનમાં અમે ગુજરાતના ખૂણે-ખૂણેથી એવી નારી શક્તિને શોધવા માંગીએ છીએ જેમનામાં દુનિયાને પ્રેરણા આપવાની શક્તિ છે.”

વી હેલ્પ ફાઉન્ડેશન છેલ્લા સાત વર્ષોથી સમાજમાં વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપનાર મહિલાઓને એક મંચ પૂરું પાડી રહ્યું છે. અગાઉની આવૃત્તિઓની ભવ્ય સફળતા બાદ, આ વર્ષે પણ કલા, શિક્ષણ, રમતગમત, સામાજિક સેવા, ઉદ્યોગ અને સાહસિકતા જેવા ક્ષેત્રોમાં અપ્રતિમ કામગીરી કરનાર મહિલાઓને ‘ઊર્જા એવોર્ડ’ થી સન્માનિત કરવામાં આવશે.

ઊર્જા એવોર્ડ્સ માત્ર એક પુરસ્કાર નથી, પરંતુ એ મહિલાઓઓની અતૂટ ભાવના અને સંઘર્ષની ઉજવણી છે જેમણે પોતાની મહેનતથી સમાજમાં પરિવર્તન આણ્યું છે. 8 મી એડિશન વધુ ભવ્ય અને પ્રેરણાદાયી બની રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top