Ahmedabad

“JITO લેડીઝ વિંગ”ની નવી ટીમની ઇન્સ્ટોલેશન સેરેમની ભવ્ય રીતે યોજાઈ
અમદાવાદ: JITO (જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન) લેડીઝ વિંગના આ વર્ષના અધ્યાયની શરૂઆત એક ભવ્ય સમારંભ સાથે થઈ. વર્ષ 2025-26 માટે JLW ( JITO લેડીઝ વિંગ)ના ચેરપર્સન શ્રીમતી અનુજા શાહ અને તેમની નવી ટીમના ઇન્સ્ટોલેશન સેરેમનીનું આયોજન 15મી ઓક્ટોબર, 2025ના રોજ જેડ બેન્કવેટ ખાતે કરવામાં આવ્યું હતું. આયોજિત સેરેમનીમાં શ્રી રાજીવ છાજર (ચેરમેન, JITO અમદાવાદ ચેપ્ટરના…

ડિવાઈન ચાઈલ્ડ ઇન્ટરનેશનલ સ્કુલ, અમદાવાદ ખાતે યુથ માઈન્ડમાં ઇનોવેશન લાવવા માટે “સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન”નું આયોજન કરાયું
સ્ટાર્ટઅપ યુ આઈડિયા હેકાથોન, યુવા ઈનોવેટર્સને પ્રેરણા આપવા માટે રચાયેલ પ્લેટફોર્મ, 15 અને 16 ઓક્ટોબર, 2025ના રોજ ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ, અમદાવાદ અને ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ, મહેસાણા ખાતે યોજાઈ હતી. સ્ટાર્ટઅપયુ દ્વારા પ્રસ્તુત અને યુનાઇટેડવર્લ્ડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, કર્ણાવતી યુનિવર્સિટી સાથે નોલેજ પાર્ટનર્સ તરીકે આયોજિત બે દિવસીય આ કાર્યક્રમ બંને શાળાઓના 200 થી વધુ વિદ્યાર્થીઓને…

અમદાવાદના CG રોડ પાસે આવેલી ટ્રાવેલ્સ એજન્સી સામે ગંભીર આરોપો, ગુપ્ત રેકેટ, મની લોન્ડ્રિંગ અને વિદેશી ફંડિંગની સંડોવણીની ચર્ચા
અમદાવાદના શહેરના સી.જી. રોડ, મ્યુનિસિપલ માર્કેટની બાજુમાં આવેલી એક જાણીતી ટ્રાવેલ્સ એજન્સી સામે છેલ્લા કેટલાક દિવસોથી ગંભીર આરોપોની ચર્ચા એ જોર પકડ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ટ્રાવેલ એજન્સી દ્વારા મહિલાઓને બોલાવી ખવડાવી-પીવડાવી કોઈ ગુપ્ત રેકેટ ચલાવવામાં આવતું હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુત્રોથી મળતી માહિતી અનુસાર, આ એજન્સીના મારફતે વિદેશથી શંકાસ્પદ…

રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો 21મો સમારોહ યોજાયો
અમદાવાદ : રોટરી ક્લબ ઓફ અમદાવાદ મેજેસ્ટીનો 21મો સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્યના પૂર્વ ગૃહમંત્રી અને ગુજરાત ભાજપના ઉપપ્રમુખ ગોરધન ઝડફીયા અને સાણંદ વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં ડિસ્ટ્રિક્ટ ગવર્નર રોટેરિયન નિગમ ચૌધરી ઇન્સ્ટોલેશન ઓફિસર તરીકે અને ઇન્ડક્શન ઓફિસર આસિસ્ટન્ટ ગવર્નર રોટેરિયન વિસ્મિક શાહ હાજર રહ્યા હતા. રોટરી…

યુફોરિયા ચેપ્ટર. પાર્થ એ પોતાના હેક્ઝાઈમર્સિવ™ અનુભવથી અમદાવાદને કર્યું મંત્રમુગ્ધ
અમદાવાદમાં 11 અને 12 ઓક્ટોબર, 2025ના રોજ સાથ- સંગાથ, ધ વેન્યુ ઓફ ઓકેશન ખાતે વિશ્વના સૌપ્રથમ હેક્ઝાઈમર્સિવ™ ઓડિયો-વિઝ્યુઅલ કોન્સર્ટ- “યુફોરિયા ચેપ્ટર. પાર્થ”નું આયોજન કરાયું હતું. એક અનોખો ફોર્મેટ જેમાં એફ.આર.એ.પી.પી.એ. અંતર્ગત આધિકારિક રૂપથી સંરક્ષિત કરવામાં આવ્યો. આ વિશેષ એક્સપિરિયન્સનો કોન્સેપ્ટ ફિલ્મમેકર અને કમ્પોઝર ઋતુલનો છે, જેઓ દર્શકોને સ્ટોરી ટેલિંગ, મ્યુઝિક અને ફિલોસોફીની મલ્ટી- સેન્સરી જર્ની…

અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ
અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત સુધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓડિસીના વિદ્યાર્થીઓ દ્વારા પી. સુધારાણીના નેતૃત્વમાં પરંપરાગત ગણેશ વંદના સાથે થઈ. આ પરફોર્મન્સ એ એઆઇએલએફના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો, જે કલા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત હતો. આ સમારોહમાં ફેસ્ટિવલ ડિરેક્ટર ઉમાશંકર યાદવ, ગુજરાત કેડરના IAS મનોજ અગ્રવાલ, દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરી…

“લિટરેચર અને સિનેમા” ના સંગમ સાથે અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલની 10મી ભવ્ય એડિશન 11-12 ઓક્ટોબરે યોજાશે
અમદાવાદ : અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલ (AILF) ની માઈલસ્ટોન કહી શકાય એવી 10મી એડિશન 11 અને 12 ઓક્ટોબર 2025 ના રોજ પ્રેક્ષકોને મોહિત કરવા માટે તૈયાર છે, જે “લિટરેચર અને સિનેમા” થીમ હેઠળ ટેક્સ્ટ અને સ્ક્રીન પર સ્ટોરીટેલિંગના જીવંત તાલમેલને દર્શાવશે. ફેસ્ટિવલના ફાઉન્ડર ડિરેક્ટર ઉમાશંકર યાદવે મીડિયાને આ પ્રતિષ્ઠિત ફેસ્ટિવલની દસ વર્ષની ભવ્ય સફર અને…

‘મા નવરાત્રી’માં શ્રી પુરુષોત્તમ રૂપાલાના ગરબા ગાનથી ઝૂમી ઉઠ્યા ખેલૈયાઓ
અમદાવાદ : મા ઇવેન્ટ મેનેજમેન્ટ દ્વારા આયોજિત મા નવરાત્રી કાર્યક્રમમાં લોકપ્રિય નેતા શ્રી પુરુષોત્તમ રૂપાલાએ પોતાની મીઠી અવાજમાં અદભૂત ગરબા ગાયા હતા. તેમના આ સુંદર ગાનથી ઉપસ્થિત શ્રોતાઓ અને ખેલૈયાઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. કાર્યક્રમના મુખ્ય ગાયક તરીકે જાણીતા જિગ્નેશ કવિરાજે પણ પોતાના અનોખા સ્વરમાં ગરબાના સંગીતથી સમગ્ર માહોલને રંગીન બનાવી દીધો હતો. તેમના સંગીત…

ભારતનું પ્રતિષ્ઠિત ગ્રોથ એવોર્ડ શો અમદાવાદમાં ભવ્ય રીતે યોજાયો
અમદાવાદ, 30 ઓગસ્ટ 2025: ભારતનું પ્રતિષ્ઠિત સન્માન પ્લેટફોર્મ – ગ્રોથ એવોર્ડ્સનું 7મું એડિશન, 29 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદના YMCA ઇન્ટરનેશનલ સેન્ટરમાં ભવ્ય રીતે યોજાયું. આ કાર્યક્રમનું સંચાલન શ્રી યશેષ શાહ ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું, જેમાં ઉદ્યોગસાહસિકો, બિઝનેસ લીડર્સ અને પ્રોફેશનલ્સની, સ્ટાર્ટઅપની નોંધપાત્ર સિદ્ધિઓ તથા ઇનોવેશનને ઉજવવામાં આવ્યા. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદના…

“માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી લાવશે આ નવરાત્રિએ જીગ્નેશ કવિરાજ સાથે ગરબાની રમઝટ”
વકીલ બ્રિજ સ્વામિનારાયણ મંદિરની બાજુમાં એસપી રિંગ રોડ, બોપલ ખાતે નવરાત્રિ દરમિયાન આશરે 1,50,000નો ફૂટફોલ રહેશે અમદાવાદ : નવરાત્રિની ધૂન અને ગરબાનું નામ સાંભળતા જ ગુજરાતીઓના હૈયા ધબકવા માંડે છે. આ વર્ષે નવરાત્રિ વધુ રંગીન, વધુ ભવ્ય અને વધુ અનોખી બનવા જઈ રહી છે. શહેરના જાણીતા આયોજક માં ઇવેન્ટ મેનેજમેન્ટ અને હરિ ઓમ કન્સલ્ટન્સી દ્વારા…