TiE અમદાવાદે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનીટી પ્રભાવ સાથે 25 વર્ષ પૂર્ણ કર્યા
અમદાવાદ, ધ ઇન્ડસ આંત્રપ્રિન્યોર્સ (TiE) ના અમદાવાદ ચેપ્ટરે ઉદ્યોગસાહસિકતા, ઈનોવેશન અને કોમ્યુનિટી ઈમ્પેકટને પ્રોત્સાહન આપવાના 25 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા છે. વર્ષ 2000માં સ્થાપિત TiE અમદાવાદ ચેપ્ટર આજે ભારતના અગ્રણી અને વૈશ્વિક સ્તરે માન્ય ઉદ્યોગસાહસિક ઇકોસિસ્ટમ તરીકે ઉભરી આવ્યું છે. છેલ્લા અઢી દાયકામાં TiE અમદાવાદે શરૂઆતના તબક્કાના સ્થાપકોને માર્ગદર્શન પૂરું પાડવું, મૂડીની ઉપલબ્ધતા સુલભ બનાવવી…
અમદાવાદમાં પ્રેમનો જશ્ન, ‘તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી’ના મૂડમાં જોવા મળ્યા કાર્તિક–અનન્યા
અમદાવાદ, 15 ડિસેમ્બર, 2025: પ્રેમની નઝાકત, સંબંધોની ગૂંચવણ અને સ્મિતોથી ભરેલી લાગણીઓનો સુંદર સંગમ ત્યારે જોવા મળ્યો, જ્યારે બહુચર્ચિત રોમેન્ટિક-કોમેડી ફિલ્મ તુ મેરી મેં તેરા, મેં તેરા તુ મેરી ના પ્રમોશન માટે મુખ્ય કલાકારો કાર્તિક આર્યન અને અનન્યા પાંડે અમદાવાદ પહોંચ્યા. હયાત રીજન્સીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બંને કલાકારોએ પોતાની મનમોહક હાજરી સાથે મીડિયાને સંબોધ્યું…
પ્રીમિયર સ્કુલ્સ એક્ઝિબિશનની 22મી એડિશન : રાજકોટમાં આ વર્ષે પણ ભારતની ટોપ લાઈન સ્કૂલ્સ સાથે આવી ગયું છે 2 દિવસીય પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન
રાજકોટ, ડિસેમ્બર, 2025: પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન – જે સ્કૂલ એડમિશન માટેનું એક્ઝિબિશન છે. આપણા શહેર રાજકોટમાં ફરી યોજવા જઈ રહ્યું છે. આ એક્ઝિબિશન તા. 16 અને 17 ડિસેમ્બરના રોજ રાજકોટના કાલાવાડ રોડ પાસે આવેલ સયાજી હોટલ ખાતે યોજાશે. પ્રીમિયર સ્કૂલ્સ એક્ઝિબિશન્સનો વિચાર 22 વર્ષ અગાઉ અમલમાં આવ્યો હતો જેમાં યોગ્ય સ્કૂલની પસંદગીમાં વાલીઓને સહકાર આપવાની…
જીવ’ ફિલ્મ રિવ્યૂ
‘જીવ’ ફિલ્મ, કચ્છના વીર હૃદય વેલજીભાઈ મહેતાના સત્ય જીવન પર આધારિત, એક એવી પ્રેરણાદાયી ગાથા છે જે મોટા પડદા પર નિઃસ્વાર્થ પ્રેમ અને જીવદયાના આદર્શને જીવંત કરે છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજન નથી, પણ આપણા માનવતાના અસ્તિત્વ પર એક મધુર પ્રશ્ન છે. ફિલ્મની વાર્તા કહેવાની પદ્ધતિ ખૂબ જ આકર્ષક છે. મૂળજીભાઈ (યતીન કાર્યેકર) દ્વારા…
12 ડિસેમ્બરે રિલીઝ થઇ રહેલ ફિલ્મ “જીવ”ના સોન્ગ્સમાં પણ જોવા મળે છે કરુણાનો ભાવ
ગુજરાત : સત્ય ઘટનાથી પ્રેરિત અને માનવતા અને જીવદયા પર આધારિત હૃદયસ્પર્શી કહાની રજૂ કરતી ફિલ્મ “જીવ” 12મી ડિસેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. ફિલ્મના મેકર્સ દ્વારા “જીવ”ના ટાઇટલ સોન્ગ સહીત અન્ય 2 સોન્ગ્સ “ભરો કરમની થેલી” અને “ધબકારા” લોન્ચ કરવામાં આવ્યા છે. આ ત્રણેય સોન્ગમાં પણ “કરુણા”નો ભાવ જોવા મળે છે. વિવાન ફિલ્મ્સ એલએલપી…
લગ્નની સીઝનમાં ધૂમ મચાવવા માટે તૈયાર છે ફિલ્મ ‘બિચારો બેચલર’નું નવું સોન્ગ – ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો
ગુજરાત : ફિલ્મ બિચારો બેચલરની રિલીઝ ડેટની ઘોષણા થયા બાદ દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. દર્શકોએ ફિલ્મના ટિઝરને ખૂબ જ વધાવ્યું છે. હવે ફિલ્મના મેકર્સ દ્વારા એક સોન્ગ રિલીઝ કરવામાં આવ્યું છે- ‘છોરો કે દા’ડાનું પૈણું પૈણું કરતો તો… કિંજલ દવેના અવાજમાં સ્વરબદ્ધ અને પ્રિન્સ ગુપ્તાની કમાલની કોરિયોગ્રાફી દર્શાવતું આ સોન્ગ આ લગ્નની…
ઇન્ડસ યુનિવર્સિટીનો 10મો દીક્ષાંત સમારોહ યોજાયો
• યુનિવર્સીટીના વિવિધ કોર્ષોના કુલ ૧૨૪૮ વિદ્યાર્થીઓને યુ.જી , ૩૨૭ વિદ્યાર્થીઓને પી.જી તથા ૮ વિદ્યાર્થીઓને પીએચ.ડીની ડીગ્રી વિતરણ કરવામાં આવી • ૧૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ તથા ૬ વિદ્યાર્થીઓને મેમોરીયલ એવોર્ડસ નું વિતરણ કરવામાં આવ્યું અમદાવાદ: ઇન્ડસ યુનિવર્સિટીનો ૧૦મો દીક્ષાંત સમારોહ રાંચરડા કેમ્પસ ખાતે યોજાયો યુનિવર્સિટી મુજબ આ વર્ષે વિવિધ કોર્ષોના કુલ ૧૨૪૮ વિદ્યાર્થીઓને યુ.જી ,…
2030 સુધી પૂર્વ ભારતમાં નવીનીકરણીય ઊર્જા ક્ષમતાના વિસ્તરણને C&I સેગમેન્ટની મજબૂત માંગનો આધાર
ડિસેમ્બર, 2025 – કોલકાતા / નવી દિલ્હી: પૂર્વ ભારત નવીનીકરણીય ઊર્જાનું હાઈ-ગ્રોથ હબ બની રહ્યું છે, જેનો ઉલ્લેખ કોલકાતામાં FICCI દ્વારા આયોજિત ઉચ્ચ-સ્તરીય સંવાદમાં કરવામાં આવ્યો. નીતિ આધાર, સુધરતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ અને કોમર્શિયલ વિભાગ તરફથી વધતી માંગને કારણે આ વિસ્તાર સ્વચ્છ ઊર્જા અપનાવવામાં સતત ગતિ મેળવી રહ્યો છે. ભારતીય ઉદ્યોગ મંડળ (FICCI) અને ક્રિસિલ…
બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે : ફિલ્મ ‘બિચારો બેચલર’નું ટીઝર લોન્ચ
ગુજરાત : બિચારાનો વરઘોડો નીકળે કે ના નીકળે..કોમેડી ભરપૂર નીકળશે. જી હા ! ‘બિચારો બેચલર’ ફિલ્મ રિલીઝ થઈ રહી છે 2 જાન્યુઆરી, 2026 ના રોજ. આ કોમેડી-ડ્રામા ફિલ્મ હાસ્યનો ઓવરડોઝ આપવા માટે તૈયાર છે. વીર સ્ટુડિયોઝની રાજુ રાડિયા પ્રોડક્શન્સના સહયોગ સાથેની આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. એસ આર પટેલ અને રાજુ રાડિયા (જર્સી…
‘જીવ’ ફિલ્મને પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ
અમદાવાદ: કરુણા અને જીવદયાના સંદેશથી સમૃદ્ધ આવનારી ગુજરાતી ફિલ્મ ‘જીવ’ ના કલાકારો અને નિર્માતાઓએ તાજેતરમાં પૂજ્ય શ્રી મોરારિબાપુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ફિલ્મના મુખ્ય કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ અને સન્ની પંચોલી, સંગીતકાર અભિષેક સોની તથા પ્રોડ્યુસર વિક્કી મહેતાએ મોરારિબાપુ સમક્ષ ફિલ્મ અંગે વાત કરતા તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી. વિવાન ફિલ્મ્સ એલએલપી દ્વારા નિર્મિત અને જીગર…
