વિશ્વગુરુ – વિચારોની વિશ્વયાત્રા

વિશ્વગુરુ” ફિલ્મ કોઈ એક પાત્ર કે એક દિશાની કહાની નથી – એ એક ઐતિહાસિક વિચારધારા, એક સંસ્કૃતિની વાત કરે છે – એવી સંસ્કૃતિ જે વિશ્વને જીતી શકે એના “શાસ્ત્રો” વડે, શસ્ત્રોથી નહિ.

શૈલેષ બોઘાણી અને અતુલ સોનારના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ એક આધ્યાત્મિક સફર જેવી લાગે છે. નિર્માતા સતીશ પટેલ (સુક્રિત પ્રોડક્શન) એ એવી ફિલ્મ આપી છે જે આજે આપણે ભૂલી ગયેલા ભારતીય જ્ઞાન અને મૂળ્યો તરફ દૃષ્ટિ ખેચે છે. કિર્તિભાઈ અને અતુલ સોનીના સંવાદો એટલે જાણે વિચારોથી ભરેલું ગ્રંથ.

પાત્રો જે જીવન આપે છે વિચારધારાને

મુખ્ય પાત્રો જેવી કે કૃષ્ણ ભરદ્વાજ અને ગૌરવ પાસવાલા એ શીખવે છે કે નાયક હોવા માટે હથિયાર નહિ, વિચાર જરૂરી છે. મુકેશ ખન્નાની હાજરી ફિલ્મમાં એક ગૌરવભર્યા ગુરુત્વનો અનુભવ કરાવે છે. પ્રશાંત બરોટ, મકરંદ શુક્લ, રાજીવ મહેતા, ધર્મેશ વ્યાસ વગેરે દરેક પાત્ર એક વિચાર છે – જે આજે પણ આપણું સમર્થન કરે છે.

શ્રદ્ધા ડાંગર અને હિના જયકિશન જેવી અભિનેત્રીઓએ ફિલ્મમાં મહિલાઓની વિચારશીલ અને મજબૂત ભૂમિકા રજૂ કરી છે – જેનાથી ફિલ્મ વધુ સમતોલ અને સંવેદનશીલ બને છે.

કુરૂષ દેબૂ, સોનાલી લેલે, ચેતન દૈયા, જાની ભાવિની જેવા કલાકારો ટૂંકા દૃશ્યોમાં પણ ઊંડો પ્રભાવ છોડે છે.

સંગીત અને દર્શનનો સુમેળ

મેહુલ સુરતીનું સંગીત માત્ર સાંભળવા જેવી નહિ – લાગણી અને દર્શનનો સંગમ છે. દ્રશ્યો અને સંગીત સાથે આપણું મન મૂલ્યોથી ભરી જાય છે. આ ફિલ્મમાં મ્યૂઝિક એક પાત્ર છે – જે વાર્તા સાથે ચાલે છે.

વિશ્વગુરુ: એક સંસ્કૃતિનું પુનરાગમન

ફિલ્મ એક મજબૂત સંદેશ આપે છે – કે ભારત માત્ર પૃથ્વીનો દેશ નથી, એ વિચારનું માધ્યમ છે. આજે જ્યારે દુનિયા ફાસ્ટ ફૂડ કલ્ચર, ટેકનોલોજી અને સામાજિક ટકરાવમાં ફસાઈ રહી છે, ત્યારે વિશ્વગુરુ જેવી ફિલ્મ આપણને યાદ અપાવે છે કે આપણું શાસ્ત્રો ભવિષ્ય માટેનો માર્ગ છે.

વિશ્વગુરુ એ ફિલ્મ છે જે ટીકાઓ માટે નહિ, પ્રશ્નો માટે બનાવાઈ છે. એ ફિલ્મ છે જે લોકોના વિચારોમાં ફેરફાર લાવવા માટે બનાવાઈ છે.

ફાઈનલ વર્ડિક્ટ: 4.5/5

જો તમે એવા સિનેમા માટે રાહ જોઈ રહ્યા છો જે મનોરંજનથી વધુ કંઈક આપે… તો વિશ્વગુરુ એ તમારા માટેની ફિલ્મ છે. એક વાર જોશો… તો બીજી વાર વિચારવા માટે ફરી જોશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top