‘સફેદ પરિંદે’ – અમદાવાદમાં યોજાનાર પ્રીમિયમ અને ભવ્ય ગરબા ઈવેન્ટનું ધમાકેદાર અનાઉન્સમેન્ટ

અમદાવાદ: નવરાત્રીની ભક્તિભરી ઉજવણીમાં આ વર્ષે એક નવો શાનદાર અધ્યાય ઉમેરાવા જઈ રહ્યો છે. સ્કાય ઈવેન્ટ્સ દ્વારા આયોજિત ‘સફેદ પરિંદે’, અમદાવાદનો પહેલો લક્ઝુરિયસ ગરબા ઈવેન્ટ છે, જે નવરાત્રીના પરંપરાગત રંગોને ભવ્યતાથી ઉજવવા માટે તૈયાર છે.

આ ભવ્ય ઇવેન્ટની ગ્રાન્ડ જાહેરાત પ્રસંગે આયોજક શ્રી આકાશ પટ્વા અને શ્રીમતી નમ્રતા પટ્વા ઉપસ્થિત રહ્યા હતા. તેમના સાથે લોકપ્રિય ગરબા ગાયક પાર્થ બારોટ અને રાજુલ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિતિમાં રહ્યા હતા.

આ વર્ષના ગરબા અંગે માહિતી આપતા આયોજક શ્રી આકાશ પટવા દ્વારા જણાવામાં આવ્યું હતું કે,”‘સફેદ પરિંદે’ માત્ર ગરબા નથી – તે એક અનુભવ છે. અમે અમદાવાદમાં ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. તમામ સુરક્ષાની સાથે એક લક્ઝુરિયસ અને કલ્ચરલ મૂડ ધરાવતું પ્લેટફોર્મ આપવા માટે અમારું ટિમ દિવસ-રાત મહેનત કરી રહી છે.” ગત વર્ષે મળેલ ખુબજ સરસ પ્રતિભાવ બાદ આ વર્ષે હમે વધુ સારું ઇવેન્ટ કરવાના પ્રયત્ન કરી રહ્યાં છીએ જેથી ખેલઈયાઓ મન મૂકીને જુમી શકે.

પોતના શોખ ને વધુ યાદગાર બનાવ માટે આયોજિત કરેલ ઇવેન્ટ વિશે વધુમાં જણાવતા આયોજિકા શ્રીમતી નમ્રતા પટવા દ્વારા જણાવામાં આવ્યું કે, “અમે લોકો માટે એવું ઈવેન્ટ લાવવા માંગતા હતા જ્યાં પરંપરા, મ્યુઝિક અને લાઈફસ્ટાઈલનું મોજશ્રીલ મિશ્રણ હોય. ‘સફેદ પરિંદે’ એ લોકોએ જીવનભર યાદ રાખે એવું અનુભવ હશે.”  “સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને ભવ્યતાનું પ્રતીક છે. અમે ઈચ્છતા હતા કે ખેલૈયાઓને માત્ર ગરબાનો આનંદ નહિ, પણ એક રોયલ અને ડિવાઇન અનુભવ મળે. ‘સફેદ પરિંદે’ થિમથી ઈવેન્ટમાં એક ભવ્ય અને અનોખું માહોલ ઊભો થશે જે ખેલૈયાઓના જીવનનો યાદગાર હિસ્સો બની રહેશે.

આ વર્ષની તૈયારીઓ વિશે જણાવતા સિંગર પાર્થ બારોટ દ્વારા જણાવામાં આવ્યું કે, “આ ઈવેન્ટ માટે હું ખૂબ ઉત્સાહિત છું. ‘સફેદ પરિંદે’ માટે ખાસ તૈયારીઓ ચાલી રહી છે. શ્રોતાઓને ગરબાની મોજશ્રીત ધૂન અને નવી એનર્જી આપવાની અમારી ટીમ સંપૂર્ણ તૈયાર છે.”અગાઉ પણ હું અમદાવાદ સહિત ગુજરાતના અનેક પ્રખ્યાત ગરબા ઈવેન્ટ્સમાં મારો અવાજ આપ્યો છે અને ખેલૈયાઓનો ગજબ પ્રેમ મળ્યો છે. હમણાંના સમયગાળામાં મેં વારસાગત લોકસંગીત અને ફોલ્ક મ્યૂઝિકમાં આધુનિક સ્પર્શ ઉમેરવાનો પ્રયાસ કર્યો છે જે યુવાન પેઢીને પણ બહુ ગમે  છે. ‘સફેદ પરિંદે’ માટે પણ મેં અને મારી ટીમે એવા ગીતોની પસંદગી કરી છે કે જે પરંપરાની સાથે સાથે ગરબાની નવી લહેર લાવશે.’’

ગુજરાતી ફોક અને ગરબા મ્યુઝિકનાં એક જાણીતા સિંગર છે. તેઓએ ગુજરાતમાં અને નવરાત્રી દરમિયાન દેશભરમાં લાખો ખેલૈયાઓ માટે ગરબા કાર્યક્રમો અને કોમ્પોઝીશન્સ તૈયાર કર્યા છે. લોકપ્રિય સિંગર રાજુલ પ્રજાપતિ દ્વારા ઉમેરવામાં આવ્યું હતું કે, “અમે ખાસ ગીતો, નવી મ્યુઝિકલ એરેન્જમેન્ટ અને થીમ આધારિત પરફોર્મન્સ તૈયાર કરી રહ્યા છીએ. મારો આશય એ છે કે ખેલૈયાઓ એક એવી મ્યુઝિકલ રાત્રિનો અનુભવ કરે જ્યાં પરંપરા અને આધુનિક એરેન્જમેન્ટનું સંકલન હોય. ‘સફેદ પરિંદે’ માટે મેં એવી થીમપર ગીતો અને આધુનિક પર્ફોર્મન્સ તૈયાર કર્યા છે, જે અગાઉના ઇવેન્ટ્સમાં પણ ખૂબ લોકપ્રિય થયા છે. હું આશા રાખું છું કે આ મ્યુઝિકલ મોહોર અમન-સુખ અને પ્રવાહી ઊર્જા આપશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top